રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા




*થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ની કારોબારી બેઠક યોજાઈ.*
*બોક્સ…..*
*થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયનમાં સતત બીજા વર્ષમાં પણ પ્રમુખ તરીકે હાર્દિકસિંહ રાજપુતની વરણી કરવામાં આવી.*
થરાદ ફિલ્ડ પત્રકાર એશોશિએશન ની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એશોશિએશનના પ્રમુખ પદે બીજીવાર હાર્દિક સિંહ રાજપૂત ની વરણી થતાં થરાદ ના વિવિધ સંગઠનો દ્વારા પ્રમુખ હાર્દિક સિંહ રાજપુત, ઉપપ્રમુખ જીતુભાઈ બારોટ, મંત્રી શંકરલાલ પુરોહિત, સહમંત્રી વિક્રમભાઈ આચાર્ય તેમજ ખજાનચી વિક્રમભાઈ ચૌધરી નિમાયેલા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ફરી નવા વષૅથી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન સંગઠન દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ હાર્દિક સિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ ટુક સમયમાં પત્રકાર સંગઠનના અધિવેશનનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે આઝાદફિલ્ડ પત્રકાર ગ્રુપના સભ્યો માં કિરણભાઈ એપા, રૂડાભાઈ આશલ, કિર્તીભાઈ વેણ, લક્ષમણભાઈ સોલંકી, ધૃપલ જયસ્વાલ, સંજયભાઈ રામી વગેરે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.
*અહેવાલ…. રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા