બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો જેને પગલે વાવ તાલુકાના ગામડાઓમાં અને શહેરમાં પણ સારો એવો વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. જેમાં વાવ તાલુકા પંચાયત કચેરી આગળ વરસાદી પાણી ભરાતાં કચેરી ખાતે આવતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તંત્ર ના કામકાજ માટે આવતાં લોકો અને અધિકારીઓને પાણીની અંદર થી નીકળવું પડ્યું હતું
.રાજપુત રમેશભાઈ

