Reporter: AbdulKadir Sindhi


Gandhinagar Gujarat
ગાંધીનગર,
ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડીંગ, મેન્યુંફેચરીંગ, ટ્રેડીંગ હબ બની હોવાના આક્ષેપ કરતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા….. વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો પૂછી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકારના આશિર્વાદથી બેફામ બનેલા ગુંડાઓ અને ભ્રષ્ટાચારઓ થકી "ઉડતા ગુજરાત" બની ગયું છે, જે આવનારી પેઢીઓ માટે ખુબજ ચિંતાનો વિષય છે. ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું છે. જેના કારણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની રહ્યું છે. જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ ફેકટરીઓ પકડાઈ, ફાર્માસ્યુટીકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ ફેકટરીઓ પકડાય છે તે જોતાં ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.
રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીમાં ભાજપના નેતાની સંડોવણી ઉપરાંત રાજકોટનીમાં કોલેજમાં એક દીકરી પરના બળાત્કારમાં પણ ભાજપના નેતાનું નામ સામે આવ્યુ છે તેમજ રાજકોટના લોધીકામાં ગૌચરની જમીનો પચાવી પાડવામાં ભાજપના નેતાની સંડોવણી સામે સ્થાનિકો વારંવાર રજુઆતો કરે છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
NEET પેપર કાંડની આખા દેશમાં ચર્ચાઓ થઇ એમાં પણ ગોધરાના ભાજપના નેતા સંડોવાયેલ છે. અમદાવાદમાં જયેશ ભાવસાર કરીને ભાજપના આગેવાન દ્વારા બીજા રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘુસાડવાનું નેટવર્ક ચલાવે છે, ભાજપના બીજા એક નેતાના પુત્ર લોકસભાની ચૂંટણી વખતે ભાજપને પ્રચાર અર્થે ગાડીઓ મેળવી છેતરપીંડી કરી મેળવી આ ગાડીઓનું બારોબાર વેચાણ કરી દેવામાં આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલું પણ ખોટું ચાલે છે એ બધાની અંદર ભાજપનો કેસરિયો ખેસ પહેરેલા લોકો સંડોવાયેલા છે તેમ બહાર આવી રહ્યું છે.
ગરીબો માટેના અનાજની ચોરી અને હેરફેર થઇ રહી છે એમાં પણ ભાજપના એક નેતા પકડાય છે. રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી છે કે ગૃહમંત્રી એમના નજીકના મિત્રો સામે મક્કમ નથી થઇ શકતા ત્યારે ગુજરાતમાં અત્યારે એક મજબુત બને હિમ્મતવાન મુખ્યમંત્રીની જરૂર છે. જે આખા ગુજરાતમાં ચોરીઓ, લુંટ, અન્યાય અને અત્યાચાર થઇ રહ્યો છે, બળાત્કાર થઇ રહ્યો છે, ભાજપનો કેસરિયો ખેસ પહેરી બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી-ધમકાવીને લુંટી રહ્યા છે એની સામે મક્કમ પગલા લે એવી આશા રાખીએ છીએ.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter: AbdulKadir Sindhi