
૨૫ જૂન, ૧૯૭૫ ના કાળા દિવસે શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ બંધારણની હત્યા કરીને લોકશાહીને લાંછન લગાડવાનુ ઘોર પાપ કર્યુ હતુ. આજથી ૫૦ વર્ષ પહેલા કૉંગ્રેસે દેશની સામાન્ય જનતા, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા સમગ્ર અખબારી જગત ની સ્વતંત્રતા ના ગળે ટુંપો દેવાનુ ઘોર પાપ કર્યું હતું. આ સમગ્ર કટોકટી કાળ દરમ્યાન સામાન્ય નાગરિકો તથા રાજકીય આગેવાનો પર અમાનુષી અત્યાચારો કરવામા કૉંગ્રેસે સહેજ પણ પાછીપાની કરી ન હતી. દેશ ની લોકશાહી ની રક્ષા માટે ના આ જંગ મા જયપ્રકાશજી, અટલજી, મોરારજીભાઇ, અડવાણીજી, જ્યોર્જ ફર્નાન્ડિસ,નાનાજી દેશમુખ, નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો એ લોકશાહી ની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન જેમણે અનેક અમાનવીય અત્યાચારો સહન કરીને પણ લોકશાહી ની રક્ષા માટે સંઘર્ષ કર્યો તેવા અસંખ્ય વીર સપૂતો ને વંદન ..!