Repoter-THAKOR DINESHBHAI

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પત્રકારત્વ અને જનરલિઝમ વિભાગ તથા મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશેષ વ્યાખ્યાનનું આયોજન આજરોજ દિનાંક 26 જુન, 2024 ના રોજ બપોરે 01:45 કલાકે યોજવામાં આવ્યું હતું, જેમાં જાણીતા સાહિત્યકાર પુરાતત્વવિદ અને ઇતિહાસકાર અને ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા હિન્દી સલાહકાર સમિતિના સદસ્ય એવા ડો. સુનિલ પાઠક જી દ્વારા “દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો અનોખો વિસ્તાર” એ વિષય પર વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સુનીલ પાઠક કે પોતાના વકતવ્યમાં દક્ષિણ પૂર્વ એશિયાના આઠ દેશો ભારતીય સંસ્કૃતિથી ડૂબેલા છે – બર્મા, થાઇલેન્ડ, કંબોડિયા, લાઓસ, વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા. આ તમામ દેશોની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પરિસ્થિતિ વિશેની ચર્ચા કરી તેમણે સાંસ્કૃતિક એકતાના સંદર્ભમાં ત્યાંની ભાષાઓમાં સંસ્કૃત શબ્દભંડોળ વ્યાપક માત્રામાં જોવા મળે છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ત્યાંની ઐતિહાસિક પરિસ્થિતિ સંદર્ભમાં પણ વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભમાં ડોક્ટર દીપકભાઈ ભોએ જીએ ભૂમિકા બાંધી તી તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આભાર વિધિ ડોક્ટર ભરત ઠાકોરે કરી હતી આ કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોર સિંહ એન. ચાવડા, કુલસચિવ ડો. રમેશદાન ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો.