ભારત હિન્દુ રાષ્ટ્ર છે ના આપડે માત્ર નારા જ લગાવીએ છીએ પરંતુ સંગઠીત થતાં નથી – રીટાબેન પટેલ
ભારતને વિશ્વગુરુ બનાવવા હિન્દુ સમાજે સંગઠીત થવું પડશે -લક્ષ્મીનારાયણ શર્મા
ગાંધીનગર/ગુજરાત


જૂન,૨૦૨૪ ના રોજ ‘ભારત રક્ષા મંચ’ના ‘૧૫માં સ્થાપના દિવસ’ની ઉજવણી રાજભવન પાસે, સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે કરવામાં આવી. આ પ્રસંગે ૧૫૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન પ્રમુખ લક્ષ્મીનારાયણ શર્મા, ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંતના પ્રમુખ ઈલેવાન ઠાકર, સુપ્રસિધ્ધ ગાયક કલાકાર લલીલતભાઈ દવે, ઈતિહાસ પરિષદના હસમુખભાઈ જોશી અને સોલંકીભાઈની વિશેષ ઉપસ્થિતી રહી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મી નારાયણ શર્માએ ઉપસ્થિત કાર્યકર્તાઓ ને ભારત રક્ષા મંચનો પરિચય આપતા કહ્યું કે ભારત ને વિશ્વની મહાસત્તા તથા વિશ્વગુરુ બનાવવા માટે હિન્દુ સમાજે સંગઠીત થવું પડશે. તોજ આજે ભારતમાં વ્યાપ્ત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે. વધુમાં કહ્યું કે ભારત રક્ષા મંચ છેલ્લા ૧૫ વર્ષ થી દેશના તમામ રાજ્યોમાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે. જે તેના ઉદ્દેશ્યો, કાર્યો અને કાર્યક્રમોને લઈ સંગઠનનો વ્યાપ વધારી રહ્યું છે.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે આપણે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે તેવો નારો લગાવીએ છએ પરંતુ હજુ આપણે એવા એકત્રીત થયા નથી. હાલની લોકસભાની ચુંટણીમાં આપણે આપણા 500 વર્ષના સંઘર્ષ પછી રામ લલ્લાની બિરાજમાન કરાયા તે અયોધ્યા નગરીમાં આપણે હારી ગયા એ આપણી સંગઠીતતા ઉપર મોટો સવાલ ઉભો કરે છે. આપડે હિન્દુઓ એકઠા થતાં જ નથી આપડામાં ભાગલો કોઈપણ સરળતાથી પાડી દે છે તે એક ચિંતાનો વિષય છે. માટે મારુ શું અ મારે શું તેની આગળ આપડે આપડા રાષ્ટ્ર વિશે વિચારવું જોઈએ. અત્યારે હિન્દુઓની સંખ્યાં ઘટી રહી છે અને મુસ્લીમોની જનસંખ્યા ખુબ વધી રહી છે એક સમય એવો આવશે કે હિન્દુઓ અને મુસ્લીમોની સંખ્યા એક જેટલી થઈ જશે માટે આપણ અત્યારથી આપણી સલામતી કરી દેવી પડશે અને અત્યારથી પડે એ દિશામાં ચિંતા કરવી પડેશે.
ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર મીરાબેન પટેલે ભારત રક્ષા મંચના 15માં સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. બાંગ્લાદેશથી થતી ઘુસણખોરી ખુબ મોટો ત્રાસ હતો તેના માટે આપ 2010 થી કાર્ય કરો છો તે બદલ શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ગાંધીનગર જીલ્લા અને શહેરની નવીન બનેલ કારોબારીને શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગા સ્થાયી સમિતિના ચેરમને ગૌરાંગભાઈ વ્યાસે ભારત રક્ષા મંચના કાર્યોને બિરદાવ્યા અને કહ્યું હતું કે હિન્દુઓને હવે ઉગ્રતાની જરુર છે. ગૌરાંગભાઈએ ભારત રક્ષા મંચના કાર્યકર્તાઓને ગમે ત્યારે એમની જરુર હોય ત્યારે પોતે ભારત રક્ષા મંચ જોડે ઉભા છે.
ત્યાર બાદ ગાંધીનગરના પ્રબુદ્ધ અને ઈતિહાસ પરિષદ સાથે જોડાયેલ હસમુખભઈ જોશી અને સોલંકીસાહેબે પોતાના વક્તવ્ય આપ્યાં હતાં. ગુજરાત પ્રાંત અધ્યક્ષ ઈલેવાન ઠાકર દ્વાર ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનો અ પધારેલ મહાનુંભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર જીલ્લા અને શહેરના પ્રભારી તરીકે કેતનભઈ જોશી, મહિલા પ્રભારી તરીકે શર્મિષ્ઠાબેન મેહતા, ગાંધીનગર જીલ્લા પ્રમુખ તરીકે હાર્દિકભાઈ જાની, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે વિજયભઈ પટેલ, મહિલા પ્રમુખ તરીકે પુજાબેન ની સાથે સાથે ઉન્નતીબેન રાવલ, ઉપાસનાબેન નંદે, વગેરેઓને મનોનયન પત્રો આપવામાં આવ્યાં.