


Repoter 👉 RAVIBHAI PATEL
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર ના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 13/07/2024 ને શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ જાદર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 13/07/2024 ને શનિવારના રોજ કૉલેજના આચાર્યશ્રી ડૉ. કે જી પટેલ ની અધ્યક્ષતામાં એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ ચૌધરી ના માર્ગદર્શનમાં “એક વૃક્ષ માતાને નામે” કાર્યક્રમ અંતર્ગત કૉલેજ કેમ્પસમાં સમગ્ર કોલેજ પરિવાર, અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ અધ્યપકગણ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. “હું માતાના નામે એક વૃક્ષ વાવીશ અને તેનું જતન કરીશ” તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી તથા એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વૃક્ષો વાવ્યા હતા. કોલેજ ના તમામ અધ્યાપકશ્રીઓ તેમજ કોલેજના મુલાકાતી અધ્યાપશ્રીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન જનકભાઇ સંભાળ્યું હતું.