ગુજરાત ની રાજધાની ગાંધીનગર માં થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું, જોવો કેવો છે ભષ્ટાચાર

ગુજરાત ગાંધીનગર થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું
દહેગામ : ગુજરાતમાં અત્યાર સુધી અનેક કૌભાંડો સામે આવ્યા છે. પરંતુ છતાં પણ કૌભાંડનો સિલસિલો થંભી નથી રહ્યો! ગાંધીનગરના દહેગામ (Dahegam)માં ગળે ના ઉતરે તેવો કાંડ સામે આવ્યો છે.
વિગતે વાત કરવામાં આવે તો, દહેગામ (Dahegam) તાલુકાનું એક ગામ આખેઆખું બારોબાર વેચી દેવાયું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
જુના પહાડિયા (Juna Pahadiya) ગામનો બારોબાર સોદો કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.?
ગળે ના ઉતરે તેવો કાંડ સામે આવ્યો
ઉલ્લેખનીય છે કે, જે સરવે નંબરમાં ગામ વસ્યું હતું તેને જ વેંચી મારતા ગ્રામજનો ભડકયા છે. 13મી જૂને વેચાણ દસ્તાવેજના આધારે કાચી નોંધ પડતા આ સમગ્ર કૌભાંડ (Village selling scam)ની જાણ થઈ હતી. નોંધનીય છે કે, અત્યારે ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરીએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે. મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપીને દસ્તાવેજ રદ કરવા માંગણી કરી છે. નોંધનીય છે કે, આખરે છેલ્લા 50 વર્ષથી ગામ લોકો આ ગામમાં વસવાટ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, 13મી જૂને વેચાણ દસ્તાવેજના આધારે કાચી નોંધ પડતા આ સમગ્ર કૌભાંડ (Village selling scam)ની જાણ થઈ હતી.
7/12ના ઉતારામાં નામ હોવાનો લીધો ગેરલાભ
વિગતે વાત કરવામાં આવે તો દહેગામ મામલતદાર સહિત તંત્ર હરકતમાં આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દહેગામ (Dahegam) તાલુકાના જુના પહાડિયામાં 50 વર્ષથી ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે.
ત્યારે ગામ વેંચી દેનારા શખ્સોનું 7/12ના ઉતારામાં નામ હોવાનો ગેરલાભ લીધો હોવાનું સામે આવ્યું છે. પરંતુ સવાલ એ થાય છે
કે, એક આખેઆખું ગામ વેચાઈ જાય છે અને કોઈને જાણ પણ નથી થતી આવું કેવી રીતે બની શકે?
શું આમાં કોઈ મોતા સરકારી બાબુઓનો હાથ હશે? જો કે, એ તો તપાસ થયા બાદ જ જાણવા મળશે, કે કૌભાંડ પાછળ કોનો કોનો હાથ છે?

રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!