





Repoter*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…*
શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી રૂબરૂ ગૌશાળા સુધી પહોંચી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો, ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે જેનો આજે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે રવિવારે બપોરે ૨:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી સુરત મહાનગર પાલિકાની કોમ્યુનિટી હોલમાં શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટના બધાં કમિટી સભ્યો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.. જેમા મુખ્ય મહેમાનશ્રીઓ અને સાહિત્ય કલાકારશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાથે આવનાર મહેમાનશ્રીઓ અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દાતાશ્રીઓનું સાલ ઓઢાડી અને ગૌમાતાનીમુર્તિની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સાહિત્ય કલાકાર શ્રી ઈશ્વરભાઈ ચૌધરી અને મેઘરાજભાઈ ચૌધરીએ લોકસાહિત્ય અને દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમમા આવનાર સૌ ગૌપ્રેમીઓએ સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો અને ખૂબ ધન્યતા અનુભવી હતી વધુમા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભકત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં આ ગ્રૂપ એક સોશિયલ મીડિયાનો સાચો સદઉપયોગ કરીને જે આ માનવસેવા અને ગૌસેવાનું કાર્ય કરે છે એ તમામે તમામ ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં કમિટીના સભ્યોએ ખૂબ વિશેષ ભૂમિકા ભજવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એ તમામે તમામનો શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરતના પ્રમુખ શ્રી દલપતભાઈ રબારી (શિસરાણા) અને ઉપ પ્રમૂખ શ્રી શિવરામભાઈ ચૌધરી ભરડવાએ હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..