


Gandhinagar, Gujarat
ગાંધીનગર
દહેગામ તાલુકાના રામાજીના મુવાડા વિસ્તારમાં આખે આખું ગામ, ત્રાહિત ઈસમો દ્વારા વેચી મારવામાં આવ્યું હોવાની ઘટનાના સમાચારો હજુ સ્મૃતિપટ ઉપર અંકિત છે ત્યાં જ, મગોડી ગામમાં 250 લોકોની વસ્તી વાળો, એક આખો વિસ્તાર વેચી દેવાયો હોવાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે.
ગાંધીનગર તાલુકાના મગોડી પંચાયત હસ્તકનું આખે આખા ફળિયાનો જ ભુમાફિયાઓ દ્વારા બારોબાર સોદો કરી નાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 47 વર્ષથી આ ચાર વિઘા જગ્યામાં 50 જેટલા મકાનો ધરાવતા છે. ગ્રામજનો વસવાટ કરે છે ત્યારે આ ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઇ જતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગરમાં જમીન માફિયાઓ બેફામ બન્યા હોવા અંગે રાજ્ય સ્તરે લડત ચલાવવાનો નિર્ધાર વ્યકત કરતા, ગ્રામજનો ઉપર આવી પડેલી આ અણધારી આફતમાં સહભાગી થવા કોંગ્રેસે કમર કસી છે.
આ બાબતે આવાઝ ન્યૂઝ 24/7 સાથે વાત કરતા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, જુના પહાડિયા, કાલીપુરા, રામાજીના છાપરા અને મગોડી સહિતના ગામોમાં કરોડો રૂપિયાની જમીનનો બારોબાર વેપાર ફુલ્યો ફાલ્યો છે. મગોડીમાં ચાર વીઘા જેટલી જમીનનો 47 વર્ષ પહેલા વેચાણ થાય છે. જેમાં ગરીબ જનતા માટેના મકાનો બનાવ્યા હતા. આ ગરીબ ગ્રામજનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.
ગ્રામવાસી લક્ષ્મણભાઈ દાનાભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે 1258 સર્વે નંબરમાં 40, 50 મકાનો આવેલા છે. અમારી પાસે જમીનના કબજા હકના તમામ પુરાવાઓ છે.
ગ્રામવાસી રાકેશ ઠાકોરે જણાવ્યું કે, અમારા સર્વે નંબર 1258માં 40 થી 50 મકાનો આવેલા છે. તેમાં 200થી વધુ લોકો વસવાટ કરે છે. મારા બાપ – દાદાઓએ 47 વર્ષ પહેલાં આ જગ્યા રાખી હતી. ₹10 ના સ્ટેમ્પ પર લખાણ પણ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, અમે લોકો દાયકાઓથી અહી વસવાટ કરીએ છીએ. જો અમને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ આવીશું.
રીપોર્ટર
અબ્દુલકાદિર એન સિંધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reportar Abdulkadir N Sindhi
Gandhinagar Gujarat