REPOTER ,THAKOR HARESHBHAI



આનંદપુરા (સોલૈયા) ખાતે નવીન ગોડાઉનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો
ગુરૂવારે માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે રકમમાંથી બનેલ નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ તમામ મહાનુભાવોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે દૂધ સાગર ડેરીના ચેરમેને રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે અમલમાં મુકેલ યોજનાઓ, વિવિધ સહાયો અંગે વાત કરી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, દૂધ સાગર ડેરીના ડિરેકટર કનુભાઈ ચૌધરી, યોગેશભાઈ પટેલ, APMC ચેરમેન માધવલાલ પટેલ, જિલ્લા સદસ્ય પલકેશભાઈ ચૌધરી, તાલુકા સદસ્ય ભરતભાઇ ચૌધરી, MIDFT ડિરેકટર નારાયણભાઈ ચૌધરી, આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને પશુપાલકો હાજર રહ્યા હતા.