રિપોર્ટર _અબ્દુલકાદિર સિન્ધી
8200697715


Gandhinagar Gujarat
ગાંધીનગર
ગાંધીનગરની યુવા અભિનેત્રી વિવેકા પટેલની કોમેડી ફિલ્મ “ચોર ચોર”ને જોરદાર પ્રતિસાદ
——-
પારિવારિક કોમેડી ફિલ્મ “ચોર ચોર”નું શૂટિંગ ગાંધીનગર નજીક વારસોડા સ્ટેટ ખાતે થયું છે : સાથી કલાકારોમાં અનુરાગ પ્રપન્ન, સુનિલ વિશ્રાણી, રાજન રાઠોડ, ભૂષણ ભટ્ટ જેવાં જાણીતા કલાકારો
—————–
ગાંધીનગરના સેક્ટર-૨૭માં રહેતી યુવા અભિનેત્રી વિવેકા પટેલ ફરી એકવાર “ચોર ચોર” ફિલ્મથી રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે. બોલિવૂડ ફિલ્મ એક્ટર “પ્રેમ ચોપરા ” સાથે મુખ્ય અભિનય જે ફિલ્મ પત્રકારના જીવન અને સ્ટ્રગલ પર આધારિત પ્રથમ ડેબ્યુ ફિલ્મ “સાહિલ – જિંદગીની શોધમાં” -૨૦૧૯, ઇન્ટરનેશનલ એવોર્ડ વીનિંગ ફિલ્મ “બજબા- ધ ડોટર” જે બાળ લગ્ન પર આધારિત છે અને ‘હેલ્લો જિંદગી’ જેવી સુંદર પારિવારિક ફિલ્મ આપ્યા પછી પાટનગરની આ ખુબસુરત યુવા અભિનેત્રી તેના જ પ્રોડકશન હાઉસ પિન્ક પાંડા ફિલ્મ્સ પ્રોડકશન કંપનીની પારિવારિક કોમેડી ફિલ્મ “ચોર ચોર” તા.26મી જુલાઈ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે જેને ખુબ જ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ થિયેટરોમાં હાઉસફુલ જઈ રહી છે.
ઘણાં વર્ષોથી નાટ્ય અને ફિલ્મ અભિનય ક્ષેત્રે કાર્યરત વિવેકા પટેલ આઈ.ટી.એન્જીનીયરીગ તેમજ મોબાઈલ એપ્લીકેશન ડેવલોપમેન્ટ લમાં માસ્ટર ઓફ ટેકનોલોજીની ડિગ્રી ધરાવે છે. બ્યુટી એન્ડ બ્રેઈનનો અનોખો સંગમ ધરાવતી આ યુવતીએ વ્યવસાય તરીકે મોબાઈલની જુદી જુદી એપ્લીકેશન બનાવવાને બદલે રંગમંચ ક્ષેત્રે અભિનયના રંગો પાથરવાનું પસંદ કર્યું છે. છેલ્લાં સાત વર્ષથી ફિલ્મ અને નાટ્ય ક્ષેત્રે આગવું નામ અને અભિનય, સેવા તેમજ સૌન્દર્યનો ત્રિવેણી સંગમ ધરાવતી ગાંધીનગરની યુવા અભિનેત્રી વિવેકા પટેલ નિર્મિત “હેલ્લો જિંદગી”ની ભવ્ય સફળતા બાદ નવી ફિલ્મ “ચોર ચોર” લઈને આવી રહ્યા છે. અભિનયની સાથે ફિલ્મનું નિર્માણ કરવું ખુબ પડકાર રૂપ છે જેમાં વિવેકા પટેલ ખુબ સારી રીતે કરી રહ્યા છે. ફિલ્મ “ચોર ચોર”નું શૂટિંગ ગાંધીનગર નજીક વારસોડા સ્ટેટ ખાતે કરવામાં આવ્યું હતું. તેમણે આ ફિલ્મમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ કલાકારો અને દિગ્દર્શક જોડ્યા છે, “ચોર ચોર” ફિલ્મના કલાકારોમાં અનુરાગ પ્રપન્ન, સુનિલ વિશ્રાણી, રાજન રાઠોડ, ભૂષણ ભટ્ટ, વિવેકા પટેલ, ભૂમિકા પટેલ વગેરેએ અભિનય કર્યો છે જેનું દિગ્દર્શન રાજન રાઠોડે કર્યુ છે. હસી હસીને લોટ પોટ કરી દે તેવી આ ફિલ્મનું ટ્રેલર યુટ્યૂબમાં રજુ થયુ ત્યાંથી તેને ભવ્ય પ્રતિસાદ મળ્યો અને હવે ફિલ્મ આગામી તા.૨૬ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થઇ છે જેમાં પણ દર્શકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter: AbdulKadir Sindhi