ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભૂત પ્રદર્શન ,સે. ૨૩ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેળવ્યાં : ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર અને જેવલીન થ્રોમાં ૧૯.૦૧ મીટર સાથે હિતાર્થ પ્રથમ સ્થાને આવ્યો

રિપોર્ટર _અબ્દુલકાદિર સિન્ધી

Gandhinagar Gujarat
ગાંધીનગર
——-
ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભૂત પ્રદર્શન
——————
સે. ૨૩ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેળવ્યાં : ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર અને જેવલીન થ્રોમાં ૧૯.૦૧ મીટર સાથે હિતાર્થ પ્રથમ સ્થાને આવ્યો
——–

ગાંધીનગર, તા.22 (ફોટો)

ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીઓ પણ હવે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ઝળકી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-૨૩માં પંચવટી સોસાયટીમાં રહેતા હિતાર્થ ધર્મેશકુમાર સોનીએ ગત સપ્તાહ તા.૧૫થી ૧૭ જુલાઈ દરમ્યાન કર્ણાટકમાં બેંગ્લોરના શ્રી કાન્તિર્વા સ્ટેડિયમ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ૧૩મી જુનિયર એન્ડ સબ જુનિયર નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગુજરાત તરફથી રમવા ગયા હતા. અહીં તેમણે ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર ડિસ્ક્સ ફેંકીને અને જેવલીન થ્રોમાં  ૧૯.૦૧ મીટર દૂર ભાલો ફેંકીને બંને રમતમાં પ્રથમ સ્થાને વિજેતા બનીને બે ગોલ્ડ મેડલ્સ મેળવી માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગાંધીનગરનું પણ નામ ઝળકાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હિતાર્થ સોની કચ્છના બિદડા ખાતેના સુપ્રસિદ્ધ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રીહેબિલેશન સેન્ટર ખાતે ફિઝિયોથેરાપીની સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા અને રિહેબિલેશન સેન્ટરના ડો.મુકેશ દોશીએ પેરા એથ્લેટિક્સમાં રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. હિતાર્થ સોનીએ ડો.લોગનાથનના માર્ગદર્શન હેઠળ ડો.અશોક ત્રિવેદી અને ડો. નીતિન પરમારની સારવાર હેઠળ પેરા એથ્લેટિક્સમાં ડિસ્કસ થ્રો, જેવલીન થ્રો અને શોટ પુટમાં રમવાનું શરુ કર્યુ હતું. આ સાથે કચ્છ જિલ્લા તરફથી રમતા તેણે નવેમ્બર-૨૦૨૨માં નડિયાદ ખાતે ૪૫મી સ્ટેટ જુનિયર પેરા એથ્લેટિક્સની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ડિસ્ક્સ થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પછી જાન્યુઆરી-૨૦૨૩માં નડિયાદ ખાતે યોજાયેલી ૧૨મી નેશનલ જુનિયર એન્ડ સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ડિસ્ક્સ થ્રોમાં ૧૪.૪૨ મીટરના થ્રો સાથે પહેલો નેશનલ મેડલ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે તેણે બેંગ્લોર ખાતે ડિસ્ક્સ થ્રો અને જેવલિન થ્રો બંનેમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા છે.

રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter:  AbdulKadir Sindhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!