REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર
*થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી*
થરાદ તાલુકાના દાતિયા ગામના ઠાકોર સમાજના ૪૨ વર્ષના યુવાનની હત્યા કરાઈ છે તેવા આક્ષેપો સાથે મરણ પામનાર યુવાનના પિતાએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદની આધારે થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર દાતિયા ગામના મગનભાઈ ઠાકોરે પોતાના ૪૨ વર્ષના પુત્ર પ્રવીણ ની હત્યા થઈ તે બાબતે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમ જણાવ્યું હતું કે ૨૮ તારીખની રાત્રે મારો પુત્ર ઘરે ભોજન કરી અને ઘરની બહાર નીકળ્યો હતો તેને કોઈક નો ફોન આવ્યો હતો તે ફોનમાં વાત કરતો કરતો નીકળ્યો હતો અને રાત્રે ઘરે આવ્યો નહોતો પણ અમે ચિંતા વ્યક્ત કરી ન હતી જ્યારે સવારે મારી પત્ની ગામમાં ગઈ ત્યારે અને મને ઘરે આવીને જણાવ્યું કે આપણો પુત્ર મરણ પામેલો પડ્યો છે ત્યારે હું તાત્કાલિક ગામના માણસોને જાણ કરી અને ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મારો પુત્ર મરણ પામેલો હતો અને હું ગામના લોકો સાથે મારા પુત્રને થરાદની સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી ત્યારે થરાદ હોસ્પિટલમાં તેનું પીએમ કરી અને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે અમારા દાતિયા ગામના કમાભાઈ ઠાકોર જે અમારા ગામના બાબુભાઈ ઠાકોરની દીકરી સાથે કોઈક જગ્યાએ ઊભો હતો અને મારો પુત્ર પ્રવીણ તેમને જોઈ ગયો હતો અને તેણે બાબુભાઈ ને જાણ કરી હતી કે તમારી દીકરી કમલેશ ઠાકોરે સાથે આ જગ્યાએ ઊભી હતી ત્યારે ગામના લોકો ભેગા થઈ અને તે કમલેશ ઉપર સામાજિક દંડ અને ધર્મજો કર્યો હતો તેની અદાવત રાખી અને મારા દીકરા પ્રવીણ ને કમલેશે રાત્રે ગામની પ્રાથમિક શાળાની પાછળ બોલાવી તેને ખૂબ ઢોરમાર માર્યો હતો તેનો હાથ ભાગી નાખ્યો હતો પગના ભાગે ઇજા પહોંચાડી હતી અને તેને મારી અને તળાવમાં ફેકી દીધો હતો અને આ કમે જુની અદાવત રાખીને મારા પુત્રની હત્યા કરી છે અને બીજા માણસો કોણ કોણ સામેલ છે તેના વિશે થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને થરાદના પી.આઈ આર.આર.રાઠવા એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

