REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર
*થરાદના બુઢણપુર ગામ ના રહેવાસી ગુલાબગીરી શાંતિગીરી અતિત સેવાભાવનનો તાત .*
*બુઢણપુર.અતિતગુલાબ ગીરીનો બગીચો જાણેભુખયા તરસાનો માળવો*
થરાદ તાલુકાના બુઢણપુર ગામના રહેવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી દશનામ ગૌસ્વામી સમાજ મહામંડળ હિન્દુ ધર્મસંગઠન યુવા પ્રમુખ એ પોતાના ખેતરમાં એક અનોખો બગીચો બનાવ્યો છે. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને ફાર્મ હાઉસ ની અનોખી શોભા વધારે છે. પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને તેમના ફળો થરાદ આજુબાજુ ની હોસ્પિટલ માં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક વિતરણ કરવાનું ગુલાબગીરી એ જણાવ્યું હતું. આની પ્રેરણા થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં ખુબ જ બહોળી સંખ્યામાં વૃક્ષો વાવીને અત્યારે માવજત કરી રહ્યા છે. આ ફાર્મ હાઉસ ની અનેક લોકોએ અતિત ગુલાબ ગીરીની મુલાકાત કરી હતી અને વૃક્ષો જોઈને ખૂબ જ આનંદીત થયા હતા આમ નિસ્વાર્થ ભાવે પોતાના ખેતરમાં કિંમતી વૃક્ષો નું માવજત કરી ને ઉછેર કરે.છે. અને નિસ્વાર્થ ભાવે ગરીબ કલ્યાણ માટે ભાવના ધરાવતા બુઢણપુર ગામ નિવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી ને અભિનંદન પાત્ર છે.
