REPOTER 👉PARMAR RANJITSINH





પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરમસદ ના આયુષ મેડિકલ ઓફિસર ડો. દીપ્તિબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વલાસણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના આરોગ્ય કર્મચારી શ્રી પ્રદીપભાઈ દ્વારા આજ રોજ આર. સી. મિશન પ્રાથમિક શાળા વલાસણ ખાતે ચાંદીપુરા તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.

ચાંદીપુરા બીમારી માં સાવચેતી ના ભાગરૂપે વલાસણ ગામની પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ તેમજ કાચા મકાનો માં ડસ્ટિંગ ની કામગીરી કરવામાં આવેલ છે.
આજ રોજ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગ નિયંત્રણ માટે, ચાંદીપુરા માં સાવચેતી ના પગલાં રૂપે RC મિશન સ્કૂલ વલાસણ માં હેલ્થ એજયુકેશન પૂરું પાડેલ. તેમજ સ્કૂલ કેમ્પસ અને વિસ્તાર માં પોરાનાશક કામગીરી હાથ ધરેલ.RC Mission School Valasan Nvbdcp Anand Anand Taluka Sbcc Sbcc Phc Karamsad Sbcc Aam Mogri