ગુજરાત ના બનાસકાંઠા ના થરાદ આઝાદ પત્રકાર એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પત્રકાર કાઈ કહેતા ડરવો ના જોઈએ : પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ
આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ના મિત્રો જે કામ કરે છે.તમને ખરેખર સલામ છે: થરાદ નાયબ પોલીસ અધિક્ષક





રમેશભાઈ રાજપૂત બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લા ના થરાદ ખાતે હોટલ શિવાય ઇન્ટરનેશન માં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસ.એમ.વારોતરીયા ના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદ નો સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી.જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદ ના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત ,ઉપપ્રમુખ ધ્રુપલ જયસ્વાલ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ ,ડોકટર એસોસિએશન તેમજ થરાદ નગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ પરબતભાઇ પટેલે સંબોધન કરતા પત્રકારોના કામ વિશે માહિતી આપી હતી. કોરોનાની મહામારી ચાલી, ચિકન ગુનિયા હોય,ફ્લ્યું હોય અનેક રોગો નું પ્રમાણ જ્યારે વધે ત્યારે તમારા દ્વારા જાગૃતિ હોય છે.અને હું કાયમ ના માટે કહુ છું કે સરકારી યોજનાઓનો લાભ કે જેતે સરકાર કરેછે.અને જે કરવા જેવું છેકે પ્રજામાં અવરનેસ લાવવા નું કામ પત્રકારો ના માધ્યમ થી લોકો સુધી પહોંચે છે.અને તમારું પેપર વાંચી ને પણ ખબર પડે કે મારે આવું કાઈ કરવા જેવું છે.તેમજ લોકો સુધી સાચી માહિતી પહોંચે તે કામ પત્રકાર મિત્રો છું.આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશન પત્રકાર પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ને બિરદાવી ખૂબ આગળ વધો તેમજ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે વધુ માં જણાવતા કહ્યું હતુંકે  ડોકટર કહે કેં છાતી માં દુખે છે પણ ડરવું ન જોઈએ,ત્યારે પત્રકાર કાઈ કહેતા ડરવો ના જોઈએ ક્યારેક ક્યારેક મારા પત્રકાર મિત્રો કહે છે કે સાચું લખવું છે પણ કોઈક નો ડર છે.ત્યારે સાચું કહેતા ક્યારે કોઈનો ડર હોઇ શકે નહિ ગમે તેવો ચમરબંદી હોય પરંતુ સાચું બોલતા ડરવું ન જોઈએ
વધુ માં જણાવતા કહ્યું હતું કે ચંદ્રશેખર આઝાદ ના ફોટા સાથે સન્માનિત કર્યા ત્યારે જે આઝાદ નો જે વટ છે તે વટ આપણો રે તે દિશામાં મિત્રો આગળ વધીએ તેમ જણાવ્યું હતું
*સ્પીચ : સાંસદ પરબતભાઈ પટેલ*
વધુ માં થરાદ નાયબ પોલીસ અધિક્ષક સબોધન માં જણાવ્યું હતું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિયેશન ગ્રુપ ખરેખર આઝાદ છે.દર એક અઠવાડીયામાં પોલીસ અને પત્રકારો ની મીટીંગ થતી હોય છે.અને કોઈક ને કોઈક પ્રશ્ન હોય તો આવે અને કે સાહેબ આમાં શું કરશું પણ ખુબ પોજીટીવ લોકો છે મેં મારી ૨૨ વર્ષ ની સર્વિસ માં અમારે પત્રકારો સાથે વધારે બેઠક હોય છે.પણ આટલા સરસ મજા ના પોજીટીવ પત્રકારો મેં જોયા નથી.પોજીટીવ કઈ રીતે છે કે તે લોકો સાચું છાપે છે કાઈ ખોટુ છાપતા નથી જે લોકો કહેતા હોય કે આ ખોટું છે જે જારાય ખોટું નથી.પોલીસ તરીકે હું ખાતરી આપી શકું છુ કે પત્રકારો જે છાપે છે જે બિલકુલ સાચું જ છે.સમાજ ને ખરેખર સાચી દિશા બતાવવાનું કામ કરે છે.
વધુ માં જણાવતા કહ્યું હતું કે અમારી પોલીસ ડીપાર્ટમેન્ટ નથી ખબર પડતી તેના પહેલા આ તમામ પત્રકારો ને ખબર પડે છે અને પોલીસ ને જાણ કરે છે.આ વિસ્તાર માં ખુબ જ જાગૃતિ નો અભાવ છે.તે વાત સાચી છે.પણ જે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ના મિત્રો જે કામ કરે છે.તમને ખરેખર સલામ છે.
*સ્પીચ : થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.વારોતરીયા*
આજ ના કાર્યક્રમ અંતર્ગત પ્રયાગગીરીપીર બાપુ થાવરમઠ ધાનેરા ,સંત શ્રી રામલખન દાસજી બાપુ ,ચારડા ,સંત શ્રી જાનકીદાસ બાપુ ઢીમા ,મહંત શ્રી ઘેવરદાસજી મહારાજ ભુરીયા ,સંત શ્રી અંકિતપૂરી બાપુ ભાપી મઠ ધાનેરા , થરાદ ધારાસભ્ય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ ,તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલબેન આંબલીયા ,અગ્રણી ડી.ડી.રાજપૂત ,થરાદ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પથુંસિંહ રાજપૂત ,અતીત ગુલાબગીરી શાંતિગીરી બુઢનપુર ,વિક્રમસિંહ દેવુસિંહ રાજપૂત રાઠોડ રવજીભાઈ.પી સહીત ડોકટર એસોસિએશન સહીત વેપારી એસોસિએશન હોદેદારો સહીત સામાજિક સંસ્થાઓ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!