રિપોર્ટર 🎤અસ્મિતાબેન રાવળ



બનાસકાંઠા જિલ્લા પંચાયત ની સામે જમણી બાજુ એ દ્રોણ બિલ્ડીંગ આવેલ છે અને ડાબી બાજુએ મેડિકલ ની દુકાન આવેલ છે તેની પાછળ જે રસ્તો નીકળે છે તે શક્તિ વિધાલય અને વૈધ ઓર્થોપેડીક હોસ્પિટલ ને જોડે છે.અહીયા વળાંક ઉપર મસ મોટો ખાડો પડેલ છે. દ્રોણ બિલ્ડીંગ થી આગળ જે રોડ નીકળે તેને જી.આઈ.ડી.સી.રોડ જામપુરા ના નામે ઓળખાય છે પરંતુ આ રોડ ઉપર મસ મોટા ખાડા પડ્યા છે અને આ ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહે છે જેના કારણે અહીં થી અવરજવર કરતા લોકોને ગંદા પાણી ના છાંટા ઊડે છે અને કપડાં ઉપર ડાઘ પડે છે.તેમજ પાણી ભરાઇ રહેવાથી મરછરોનો ઉપદ્રવ વધી ગયો છે.
અહીંના સ્થાનિક દુકાનદારો પરેશાન છે.અધુરામા પુરૂં અહીં ઈકો ગાડી નો ખડકલો બંને બાજુ જોવા મળે છે.દુકાનદારોએ એમની દુકાન આગળ દબાણ કરેલ છે.આનાથી અહીંથી પસાર થતી આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે.સવારે અને સાંજે શાળા એ આવતા જતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.ધણી વખત તો વાલીઓ , વિદ્યાર્થીઓ અને ઓર્થોપેડીક હોસ્પિટલ જતા દર્દીઓ ઈકો ગાડીઓના સ્ટેન્ડ ના કારણે ટ્રાફિક જામ માં ફસાઈ જાય છે.તો પ્રશાસન આ અંગે ધટતી કાર્યવાહી કરે એવું પાલનપુર ની પ્રજા ઈરછે છે