



Gandhinagar Gujarat
ગાંધીનગર,
ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કૃતાર્થ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ‘કૃતાર્થ કાર્યક્રમ’નું આયોજન
શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલનાં મુખ્ય મહેમાન પદે યોજાયો કાર્યક્રમ
બદલાતી ટેકનોલોજીની સાથે ચાઈલ્ડ સાયકોલોજી પણ બદલાઈ રહી છે : ઋષિકેશ પટેલ
ચાઈલ્ડ સાયકોલોજી ને સમજીને બાળકના વિકાસમાં સિંહફાળો આપવા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તત્પર
ગુજરાત ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર રહ્યા ઉપસ્થિત
વિવિધ 40 થી પણ વધારે પ્રકલ્પોનું વિમોચન
::::::
તા. 17/9/2024ના રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સે સિદ્ધી કી ઔર કૃતાર્થ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ 40થી પણ વાર્ષિક કાર્યોનું પ્રસ્થાન કરાવ્યું. કુલપતિ પ્રો. સંજય ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અતિથિ વિશેષ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ ગર્ભ સંસ્કારને બાળકના ભવિષ્યની ઈમારતનો પાયો ગણાવતા ઉમેર્યું હતું કે અંકુરિત થનારો છોડ બિયારણમાંથી જ ઉચ્ચતમ ગુણવત્તા પ્રાપ્ત કરે એવો પ્રયત્ન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કૃતાર્થ 2024 કાર્યક્રમ હેઠળ આંતરરાષ્ટ્રિય કક્ષાનો એક સેમિનાર, રાષ્ટ્રીય કક્ષાના સાત સેમિનાર, રાજ્ય કક્ષાના 1 સેમિનાર અને એક સિમ્પોઝીયમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કૃતાર્થ કાર્યક્રમ હેઠળ બાળવ્યક્તિત્વ વિકાસ વ્યાખ્યાન શ્રેણી, બાળસાહિત્ય સંશોધન અને સંવર્ધન કેન્દ્ર, ચિલ્ડ્રન્સ વોઈસ નામે ઇન્ટરનેટ રેડિયો, NCFFS અને NCFSE ના સંવેદનશીલતા પર કન્સલ્ટન્સી પેકેજ, મેગા ટોય ડોનેશન ડ્રાઈવ, ચેતના સલાહ, પાલનપોષણ અને સ્નેહ દ્વારા સર્વગ્રાહી શિક્ષણ માટે કાઉન્સેલિંગ, ટોય સ્વેપ ડે, માનસિક સ્વાસ્થ્ય પર વેબિનાર, ગિજુભાઈ બધેકા સાથે શિક્ષણ યાત્રા, વાર્તા કથન શિબિર, ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે બાળ આનંદયાત્રાં-૨ નું પણ વિમોચન પણ કરવામાં આવ્યું.
રિપોર્ટર:
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
Gandhinagar Gujarat
Journalist :- Abdulkadir Sindhi