અહેવાલ પ્રધાનજી ઠાકોર*
દાંતીયા ગામનાં ઈસમને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરનાર વળાદરના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ છે દાંતીયા ગામની યુવતીને પોતાના ઘરે રાખી યુવતીના પિતા ને ત્રાસ આપતા વળાદરના ઈસમ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જોકે થરાદ તાલુકામાં આવેલ દાંતિયા ગામની વતની યુવતી માડકા ગામે સાસરે જતી હતી.જોકે યુવતીને સાસરીમાં રહેવા આપવીના હોવાના ઈરાદાપૂર્વક વળાદર ગામના ઈસમ દ્વારા યુવતી પાસે નારીકેન્દ્રમાં ફોન કરાવી નારીકેન્દ્રમાં મોકલી આપી હતી યુવતીને નારીકેન્દ્રમાં માતા-પિતા લેવા ગયા હતા ત્યારે વળાદર ગામના ઈસમ આવીને આ મારી છે અને મારી રહેશે કોઈના થી ડરતો નથી તેવી ધમકી આપી યુવતીને પોતાની સાથે ઈસમ લઈ ગયો હતો. જોકે દિકરીના પિતાને સામાજિક તેમજ ધમકીઓથી માનસિક રીતે ખુબ આઘાત લાગ્યો હતો. તેમજ વળાદર ગામના ઈસમ દ્વારા બહુ મોટી લાગવગ ધરાવતા હોવાની વારંવાર ધમકી આપી હેરાન કરતા દાતિયા ગામના દિકરીના પિતા ઈસમની ધમકીઓના લીધે કંટાળી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી દિકરીની માતાએ પોતાના પતિની આત્મહત્યા માટે ન્યાય મેળવવા થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી.

