REPOTER 🎤RAVAL ASMITABEN




પાલનપુર આબુ હાઈવે રોડ પર નવા એલીવેટેડ બ્રીજ બનવાના કારણે રાજસ્થાન અને અંબાજી હાઈવે તરફથી સતત ટ્રાફિક વધ્યો છે.આ બ્રીજ પારપડા સર્કલ આગળ 9 -S કોમ્પલેક્ષ આગળ પુરો થઇ જાય છે.પાલનપુર -આબુ હાઈવે ઉપર બંને બાજુ નવા કોમ્પલેક્ષ અને સોસાયટીઓ વધી રહી છે.આ રોડ ઉપર શ્રી સી.બી.ગાધી નુતન હાઈસ્કૂલ અને શ્રી કે.કે.ગોઢી હાઈસ્કૂલ આવેલ છે.આ બંને શાળા માં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ ઊપરાંત મોરીયા મેડિકલ કોલેજ,પારપડા રામાપીર નું મંદિર અને આજુબાજુના ગામડાના વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા માટે પાલનપુર આવતા હોય છે.જેના કારણે આ રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે.તો આ બંને બાજુ જ્યાં નાના મોટા દબાણ હોય તે દુર કરી બંને હનુમાન ટેકરી અને પારપડા સર્કલ ને પહોળા કરી બંને બાજુ સર્વીસ રોડ બનાવવા ની જરૂર છે.એવુ ન્યુ પાલનપુર ની પ્રજા ઈરછે છે