


*માણસા તાલુકાવ્યાસ પાલડી ખાતે વિશ્વ વસ્તી દિવસ અન્વયે શિબિર યોજાઈઃ* કુંટુબ નિયોજનના મહત્વ વિષે માહિતી અપાઈ
વિશ્વ વસ્તી દિવસના બીજા તબક્કાનો આરંભ થયો છે. આ તબક્કામાં લોક સમુદાય ભેગા કરવાના પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે. માણસા તાલુકાના વ્યાસ પાલડી ગામે રામજી મંદિરમાં ગુરુ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં કુટુંબ કલ્યાણની કાયમી, બિન કાયમી પદ્ધતિ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી તેમજ માલા ડી, છાયા, અંતરા, કોપર ટી તમામ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ સુપર વાઈઝર હર્ષિલ ભાઈ મોદી દ્વારા જયંતિ રવિ ભૂતપૂર્વ આરોગ્ય કમિશનરે શરૂ કરેલ સપ્તધારા કાર્યક્રમ અન્વયે પપેટ શો દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.જનજાગૃતિના હેતુથી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં વ્યાસ પાલડીના ફિમેલ હેલ્થ વર્કર રંજન બેન, મેલ હેલ્થ વર્કર વિજય ભાઈ, CHO ચાંદની બેન અને અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા *…રીપોટર હરેશ ઠાકોર માણસા*