Repoter 👉abdulkadir sindhi

ગાંધીનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી…
માતા અને તેની યુવાન દીકરીનો જીવ બચાવતી ગાંધીનગર પોલીસ…
…..
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આજે સાંજના સુમારે, એક વૃદ્ધ મહિલા હાંફળા – ફાંફળા થઈને ગાંધીનગરના સેક્ટર -૭ પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા. અહીં આવીને તેઓએ પોતાની પુત્રી અને એ પુત્રીની યુવાન દીકરી, બંને આત્મહત્યા કરવા ગઈ હોવાની વાત કરતા પોલીસ મથક ખાતે હાજર કર્મચારીઓને આંચકો લાગ્યો હતો. જો કે, પોલીસ મથકમાં હાજર ASI દિલીપસિંહ મહોતજી અને ASI ગજેન્દ્રસિંહ લાલસિંહ, બંને ઉપરાંત મેઘરાજભાઈ વિરમભાઇ, એક પળનો પણ વિલંબ કર્યા વગર, ખાનગી ગાડીમાં તુરત જ પેલા બે મહિલાઓનો જીવ બચાવવા દોડ્યા હતા. દરમિયાન સેક્ટર -૭ પોલીસ ઇન્સ્પેકટર બી. બી. ગોયાલના માર્ગદર્શન હેઠળ અંદાજિત લોકેશનના આધારે તેઓ કેનાલની આસપાસ ચક્કર મારતા, માત્ર 10 થી 11 મિનિટમાં જ સેક્ટર -૭ પોલીસ મથકનાં આ જવાનોએ આ મા – દીકરી ને શોધી કાઢ્યા હતા. પોલીસને જોઈને તુરંત જ આત્મહત્યા કરવા માટે કૂદી રહેલા મા – દીકરીને પોલીસે સમય સૂચકતા વાપરીને બચાવી લીધા હતા. તેમ છતાં આત્મહત્યાનું રટણ ચાલુ રાખનારા બંને માં – દીકરીને દિલીપસિંહ અને ગજેન્દ્રસિંહે સમજાવટપૂર્વક પાછા વાળ્યા હતા. આખરે સેક્ટર – સાત પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેકટર બી. બી. ગોયલ અને જાંબાઝ સ્ટાફની સમયસૂચકતાને કારણે માતા અને દીકરીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. સેક્ટર – સાત પોલીસ મથકની આ સરાહનીય કામગીરીની સમગ્ર પોલીસ બેડામાં પ્રસંશા થઈ રહી છે.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિંધી
8200697715
ગાંધીનગર ગુજરાત