રિપોર્ટર.નવઘણભાઈ દેસાઈ કાંકરેજ

આવાઝ ન્યૂઝ ચેનલ ગુજરાત બનાસકાંઠા કાંકરેજ ..
કાંકરેજ થરા ખાતે આવેલ થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન પદ ની ટર્મ પૂરી થતાં વહીવટદાર ની નિમણુંક કરવામાં આવી
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ ની ટર્મ તારિખ ૨૦/૬/૨૦૨૪ ના રોજ પૂરી થઈ હતી જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના ઉપ સચિવ (ધિરાણ) કુલદીપસિંહ.જે. મકવાણા એ તારીખ ૧૬/૭/૨૦૨૪ ના રોજ હુકમ કરી ને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટ યાર્ડ માં વહીવટદાર તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ માં વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૪ સુઘી ચેરમેન પદે અણદાભાઈ પટેલ ૧૪ વર્ષ સુઘી સતત પ્રયત્નશીલ રહી ને સેવા આપી હતી અને તેઓ બિન હરીફ રહ્યા હતા ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટ યાર્ડ ની ચુંટણી ન થતાં હવે જિલ્લા રજીસ્ટાર ની નિમણુંક કરવામાં આવી છે જિલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચૌહાણ એ સૌ પ્રથમ થરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જયોર્તિલિંગ ના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિધિવત્ રીતે થરા માર્કેટ યાર્ડ ના વહીવટદાર તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો
રિપોર્ટર.નવઘણભાઈ દેસાઈ કાંકરેજ