રિપોર્ટર-અબ્દુલકાદિર સિન્ધી


*કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ગાંધીનગર ખાતે મહાનમા પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત સેમીનાર યોજાયો*…..
ગાંધીનગર ખાતેની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને મહામના માલવીય મિશનના સંયુક્ત ઉપક્રમે સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત રાષ્ટ્રીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ત્રિપુરા કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના કુલપતિ અને મહામના મિશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રોફેસર ગંગા પ્રસાદ પ્રસાદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સામ્પ્રત વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધ્યક્ષ જયેન્દ્ર અમીને આજના સેમિનાર સંદર્ભે માહિતી આપીને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યારબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.રમાશંકર દુબે તેમજ સ્ટાફ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, પ્રશસ્તિ પત્ર તથા શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આજના સમારોહમાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ એચ.બી.પટેલ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મહામના માલવિય મિશન ગુજરાતના અધ્યક્ષ રણજીત કુમાર ઝા દ્વારા પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
કાયૅકમના અંતે સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો ઉમાશંકર દુબે એ પોતાની આગવી શૈલીમાં સેમિનારને સંબોધતા નવી શિક્ષણ નીતિના વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
આજના સમારોહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસરો, વહીવટી સ્ટાફ, મહામના માલવીય મિશનના હોદ્દેદારો ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત