રીપોર્ટર
અબ્દુલકાદિર એન સિંધી ,ગાંધીનગર ગુજરાત
નિર્મલા સિતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના નાણામંત્રી શ્રી કનુંભાઈ દેસાઇએ બજેટનો કેવો છે તે સમજાવ્યો હતો.
જેમાં તેમણે કહ્યું કે, આ બજેટનો ગરીબ મુખ્ય માટે છે, આ બજેટની અંદર યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અંગે ખાસ જોગવાઇ કરવામાં આવી છે.
તેમજ ITI ને ખાસ અપગ્રેડ કરવામાં આવશે, 1.50 કરોડની દરેક રાજ્ય માટે વ્યાજ ફ્રિ લોન અપાશે, ખેડૂતો માટે નવા સુધારેલા બિયારણ અને 1 કરોડ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે,
તેમજ બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન GIDC , ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન કરવામાં આવશે. 3 કરોડ પ્રધાનમંત્રી આવાસ ,સોલાર યોજનામાં 1.20 કરોડ લોકોનું રજીસ્ટ્રેશન, દરેક પગારદારને 8 થી 10 હજાર સુધીનો ફાયદો, સોલાર અને પવન ઉર્જામાં ગુજરાતમાં સૌપ્રથમ સોલાર અને પવન ઉર્જા સાધનોની ડ્યુટી ઘટાડવાથી ગુજરાતને તેનો લાભ મળે તેવું આયોજન આ વખતના બજેટમાં કરવામાં આવ્યું છે.
તેમ નાણામંત્રી શ્રી કનુંભાઈ દેસાઇએ જણાવ્યું હતું.
રીપોર્ટર
અબ્દુલકાદિર એન સિંધી
8200697715
ગાંધીનગર ગુજરાત
