

*સેન્દ્રીય ખેતી વિકાસમાં સરકાર ની બેવડી નીતિ*
ગુજરાત સરકાર અને વળી તેમાંય આપણા રાજ્યપાલ માનનીય આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. પરંતુ અત્યારે વરસાદી સિજન માં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી કરી મૂલ્યવર્ધન ઉત્પાદન મળે તે હેતુ થી સરકાર મગ, તલ, એરંડા, બાજરી, મગફળી વગેરે ફ્રી કિટો આપી રહી છે પરંતુ ખેડૂતોને આ કીટ સાથે નેનો યુરિયા કે જે રાસાયણિક ખાતર હોવા છતાં આ સેન્દ્રીય ખાતર કીટ સાથે બળજબરી પૂર્વક આપવામાં અવિરહ્યો છે તે વ્યાજબી છે?
શું આ બાબતે બેવડી નીતિ અપનાવી ખેડૂતો પાસેથી કમાણી કરાઈ રહી છે?
શું આ બેવડી નીતિ થી નેનો યુરિયા કંપની ના લાગતા વળગતા ઓ ને છાવરી રહ્યા છે?
શું સેન્દ્રીય અને રાસાયણિક ખાતર ના ડબલ ડોઝ થી ઉત્પાદન વધશે?
આ બાબતે ગુજરાત સરકાર કે માનનીય રાજ્યપાલશ્રી સંજ્ઞાન લેશે?
શું આ લેભગુ કંપનીઓ ખેડૂતોને આમજ લૂંટતી રહેશે? રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા