રિપોર્ટર નવઘણભાઈ_આવાઝ ન્યૂઝ ગુજરાત
કાંકરેજ બનાસકાંઠા..
સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા 25 જુલાઈની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ જિલ્લા પૂર્વ મહામંત્રી શ્રી ડાયાભાઇ પીલિયાતર થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા તથા યુવા મોરચના હોદ્દેદારો કાર્યકરો મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાળીનાથ મંદિરથી બહુચર માતાજીના મન્દિર સુધી મસાલ સાથે રેલી કાઢી અને બે મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાજલી અર્પિત કરવામાં આવી હતી
રિપોર્ટર નવઘણભાઈ કાંકરેજ




