Gujarat, banaskantha,VAV,છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦ વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી કરોડો રૂપિયાની જગ્યા ભૂતીયા હવેલીની જેમ પડી રહી છે. જેના કારણે સરકારી અધિકારીઓ, રાજ- કીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવું મહામુશ્કેલ બની ગયું છે.

REPOTER RAJPUT THANSINH

વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાય તેવી લોક માંગ


છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦ વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી કરોડો રૂપિયાની જગ્યા ભૂતીયા હવેલીની જેમ પડી રહી છે. જેના કારણે સરકારી અધિકારીઓ, રાજ- કીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવું મહામુશ્કેલ બની ગયું છે.

આમ જયારથી વાવ તાલુકામાંથી સુઇગામ તાલુકાનું વિભાજન થયું છે તે પહેલાં સ્ટેટ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગે વાવ ખાતે નવીન વિશ્રામગૃહ

બનાવવાની તમામ પ્રક્રિયા હાથ ધરી દીધી મકાન કંડમ હાલતમાં ભૂતિયા મહેલ હતી. તેમ છતાં આજદિન સુધી વાવનું તરીકે જોવા મળી રહ્યું છે. આમ સુઈગામ

રાહબરી હેઠળ વિશ્રામ ગૃહનું કામ મંજુર થઈ વર્કઓર્ડર મેળવી કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે વાવને વિશ્રામ ગૃહના મુદ્દે રાજ્ય સરકારે ઠિંગો બતાવી તાલુકા મથકની ધોર ઉપેક્ષા કરી હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે વાવની જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી રહી છે. આમ આગામી સમયમાં વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. આમ જોવાનું તો એ છે કે સ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ ખંડેર મકાનની મુલાકાત પણ લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!