રિપોર્ટર_અબ્દુલકાદિર સિન્ધી


Gandhinagar Gujarat
ગાંધીનગર,
ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ….
એન્કર : રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિત ગુજરાતના અનેક જીલ્લામાંથી SC ST સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર તેમજ પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતુ.
ખાસ કરીને નામદાર સર્વોચ્ચ અદાલતના અરણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ બિહારના ઘી SC/ST પ્રિવેશન ઓફ એટ્રોસિટીઝ એકટ, ૧૯૮૯ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં ખોટું અર્થઘટન સહિત રાજ્યમાં દલિત અત્યાચારોની વધી રહેલી ઘટનાઓ અને આ ઘટનાઓમાં સરકાર તેમજ ગૃહ વિભાગની કામગીરી સામે દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ગુજરાત પોલીસના અધિકારીઓ દ્વારા અર્ણેશકુમાર વિ. સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનો હવાલો આપીને ધી SC/ST (પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં પણ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૩૫ (૩) (સી.આર.પી.સી. કલમ-૪૧(એ)) મુજબની નોટીસ આપીને આરોપીઓની ધરપકડ કરવાનું ટાળી રહ્યા છે જે ચોંકાવનારું અને પોલીસની કાર્યરીતિ સામે શંકા ઉપજાવનારું છે.
ઘી SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ એ સ્પેશિયલ કાયદો છે જે આ દેશના દલિતો-આદિવાસીઓના હિતોના રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે. જેથી તેને ભારતીય ફોજદારી ધારા અન્વયે નોંધાતા ગુનાઓ સાથે કે સજાની અવધિ સાથે એને સરખાવી શકાય સહિતના વિવિધ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એડવોકેટ સુબોધકુમાર તેમજ સામાજિક આગેવાનો દ્વારા રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આ તબક્કે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના દાલોદ ગામમાં દલિત સમાજના સ્મશાન ગૃહ મામલે સરપંચ કિશન સેઘવ ઉપર ગામના લોકો દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ પોલીસ રક્ષણ માટે કરવામાં આવેલ રજુઆત સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જે સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter: AbdulKadir Sindhi