રીપોર્ટર… જયંતિભાઈ પટેલ _દહેગામ ગાંધીનગર








અહમદપુર પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું…
************************
દહેગામ –
દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વિદ્યાર્થીઓ આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવી શકે, નેતૃત્વના ગુણોનો વિકાસ થાય,વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતાનો વિકાસ થાય, જીવનવ્યવહારના વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય, વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા ઉમદા આશયથી આજે બાળવાર્તા, બાળનાટક, માટીકામ, છાપકામ, ટી.એલ.એમ. નિર્માણ, કાતરકામ, ચીટકકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, વૅસ્ટમાંથી બૅસ્ટ, ફ્યુઝ બાંધવો, રાખડી બનાવવી, સ્ક્રૂ લગાવવા, ખીલી લગાવવી, કૂકર ખોલ-બંધ કરવું, ટાયર પંચર રીપેરીંગ કરવું, શારીરિક સ્વચ્છતાનું મહત્વ સમજવું, મહેંદી સ્પર્ધા, કેશ ગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ બનાવવા તેમજ રાખડી બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.શિક્ષણની સાથે જીવન જીવવાના કૌશલ્યો શીખવા માટે આજના બાળમેળાની પ્રવૃત્તિઓ ખૂબ જ ઉપયોગી બની રહે તે માટે શાળાકક્ષાએ સુંદર આયોજન કરવામાં આવ્યું…
રીપોર્ટર… જયંતિભાઈ પટેલ
દહેગામ ગાંધીનગર