REPORTER 👉 RAJPUT RAMESHBHAI


*થરાદના ઝેટા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ બાળ મેળો યોજાયો*
થરાદ… પ્રતિનિધિ….
થરાદ તાલુકાના ઝેટા પ્રાથમિક શાળા ખાતે ધોરણ.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મેળા નું આયોજન સરકાર શ્રી ના પરિપત્ર મુજબ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી તેમજ સમગ્ર સટફગણના માર્ગદર્શન હેઠળ શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તમામ પ્રકારની વાનગીઓ બાળકોએ પોતાની જાતે બનાવીને વિવિધ પ્રકારના વાનગી સ્ટોલ બનાવી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જોકે સ્વજાગૃતિ , સર્જનાત્મક,ચાલો શીખીએ જેવી આઠ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ,તેમજ વન મિનિટની વિવિધ રમતો પણ રાખવામાં આવી હતી અને આ લાઈફ સ્કીલ બાળ મેળાની પ્રવૃત્તિઓ નિહાળવા ઝેટા પ્રાથમિક શાળા ના એસ.એમ.સી. અધ્યક્ષ હરદાશભાઈ કે પટેલ, મધ્યન ભોજન સંચાલક સુરેશભાઈ બારોટ,લક્ષ્મણભાઈ નાઈ સહિત અન્ય ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા