REPORTER 👉 પ્રધાનજી ઠાકોર
*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*સુરતના ખૂબજ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં નિરાધાર ગૌમાતાઓને લીલો ઘાસચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી*
સુરતના ખૂબજ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલ સુરત ખાતે (સામવેદ ઓર્થોપેડિક નામની હોસ્પિટલ) ધરાવે છે આજરોજ એમના ઘેર પુત્ર પ્રાપ્તિની ખુશીમાં એમના પરિવાર તરફથી એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જય ગૌસેવા ટીમ પાલનપુરના ગૌપ્રેમી મિત્રોની પ્રેરણાથી એમને થરાદ તાલુકાના હાથાવાડા ગામની ખૂબજ જરૂરિયાતમંદ એવી નિરાધાર ગૌમાતાઓને એક ગાડી 7500 રૂપિયાનો લીલોઘાસચારો અર્પણ કરીને ગૌમાતાઓની સેવાનો લાભ લીધો હતો.. મિત્રો આ વિકાસભાઈ પટેલે દરેક યુવા મિત્રોને એક નવો સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈ પણ જરૂરિયાતમંદ એવી ગૌશાળામાં જઈને મનાવવો જોઈએ જેથી કરીને નિરાધાર ગૌમાતાઓને એક દિવસનું પોષણ મળી રહે.. આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આવનારી યુવા પેઢી પણ આવા ગૌસેવાના કાર્યો જોઈને ગૌ સેવા તરફ વળે આ ગૌસેવાકિય કાર્યમાં રાહુલભાઈ જૈન, સેધાભાઈ રબારી, વસંતભાઈ દેસાઈ, શાંમતાભાઈ પટેલ, ગજાભાઈ પટેલ, વશરામભાઈ પટેલ, અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાલનપુરમાં જય ગૌસેવા ટીમના મિત્રોની પ્રેરણાથી અનેક લોકોએ પોતાનો જન્મદિવસ આવી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં જઈને ઉજવ્યો છે અને આવનાર સમયમાં અનેક લોકો એમની પ્રેરણા લઈને આવા ગૌસેવાના કાર્યો કરી હજારો ગૌમાતાઓનું જીવન બચાવશે આજના ગૌસેવા કાર્યમાં સેવાનો લાભ લેનાર દાતાશ્રીનો પાલનપુર જય ગૌસેવા ટીમ અને ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ દિલથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને એમને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી…
