થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી છે. નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

REPOTER 👉 RAJPUT RAMESHBHAI

*પાઇપલાઇનના કારણે આરપાર ગાબડું પડયું*
*જમડા પાસે કેનાલની પાળનું ધોવાણઆરપાર ગાબડું*
થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી છે. નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

વરસાદના કારણે થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના કિનારા પર જમડા અને લેડાઉ પુલ વચ્ચે ગાબડું પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મુખ્ય કેનાલમાં વરસાદને પગલે મોટું પોલાણ થતાં રખેને કેનાલ તુટવાની દહેશતે ખેડૂતોમાં અને આજુબાજુના ગામોમાં ભારે નુકસાન કરી શકે છે. જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ ટુટે તો ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે જેને લઈને ખેડૂતો માં ચિંતા જોવા મળી છે એવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!