રિપોર્ટર_ અબ્દુલકાદિર સિન્ધી
8200697715


Gandhinagar Gujarat
ગાંધીનગર
દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ 2022 થી શરૂ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરના શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવાવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
દરમિયાન સમગ્ર ગાંધીનગર શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. સંકુલ 1 વિધાનસભા ખાતે આયોજીત બેઠકમાં ગાંધીનગર શહેર ખાતે આગામી 8મી ઓગષ્ટ થી 15મી ઓગષ્ટ ના રોજ ભવ્ય હર ઘર તિરંગા અભિયાન હેઠળ 14000 ગામડા ઓમા નગરપાલિકાઓ માં મહાનગર પાલિકાની અને શહેરો એમ લાખો લોકો જોડાશે હર ઘર તિરંગા અને સુધી ભવ્ય 4 મહાનગરો માં 10મી થી 13મી સુધી માં તિરંગા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તે માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જરૂરી સુચનો કર્યા છે.
જેમાં સમગ્ર ગામડાં અને શહેર-જિલ્લામાં આગામી 4 મહાનગરોમા આ દિવસો દ્વારા 10મી રાજકોટ 11મી સુરત 12મી વડોદરા અને 13મી અમદાવાદ ખાતે તિરંગા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓગષ્ટ-2024 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે.
લોકો પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતો પર તિરંગો લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય તેવી સરકાર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં ઠેર ઠેર આ પર્વ માનભેર ઉજવવાની પ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter: AbdulKadir Sindhi