REPOTER 👉 THAKOR HARESHBHAI



*માણસા તાલુકાના રિદ્રોલ ગામેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેડ માઁ કે ના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમહોત્સવનું આયોજન હતો * ગાંધીનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું આયોજન કરાયું હતું* . જેમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોનું સન્માન કરાયું હતું. મંત્રીએ કાર્બન ક્રેડિટ કાર્ડ પણ લોકોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેડ માઁ કે ના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેકોર્ડબ્રેક 51000 વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવશે. જેમાં રિદ્રોલ ખાતે મિયાવાકી પધ્ધતિથી ચાર હેક્ટર વિસ્તારમાં વન કવચ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં મોટા-મધ્યમ અને નાના એમ વિવિધ જાતના અલગ-અલગ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર અહીં કરવામાં આવશે. જે બેથી ત્રણ વર્ષમાં મોટા થઈ જશે અને અહીં વન ઉભું થશે. જેમાં પગદંડી, બેઠક વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય જે એસ પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, કલેક્ટર મેહુલ દવે, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી. સિંઘ, નાયબ વન સંરક્ષક ડો. ચંદ્રેશકુમાર શાનદ્રે સહિત વહીવટી સ્ટાફ, માણસા વન વિભાગ, આગેવાનો, હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા…