REPOTER 👉 abdulkadir sindhi


Gandhinagar Gujarat
ગાંધીનગર
*SMS હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ કલબ ઓફ વાવોલ ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ યોજાયો*….
Anchor : ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની ભરમાર જોવા મળતી હોય છે તેવા સમયે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે ઘર આંગણે મેડિકલ સારવાર મળી રહે તે હેતુથી શ્રીમતી સુશીલાબેન એમ.શાહ SMS હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ કલબ ઑફ વાવોલ ના સંયુક્ત ઉપક્રમે સરકારી પ્રાથમિક શાળા, વાવોલ ખાતે નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી, જનરલ મેડીસીન, આંખ, કાન,નાક,ગાળાની સારવાર, બાળ રોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડીક, સ્કીન વગેરે રોગના દર્દીઓને SMS હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.
હાલમાં ચોમાસાની ઋતુમાં કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ વધું જોવા મળે છે ઉપરાંત વર્તમાન સમયમાં ચાન્દીપુરમ વાયરસના જે કેસો મળી રહ્યા છે ત્યારે આજના મેડિકલ કેમ્પમાં આવા રોગો સામે રક્ષણ માટે શું કાળજી રાખવી તે અંગે આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ લોકોને માગૅદશૅન આપ્યું હતું.
આજના મેડીકલ કેમ્પમાં SMS હોસ્પિટલ ચાંદખેડાના RMO ડૉ.એન.કે. રાઠોડ, લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ના ડિસ્ટ્રીકટ ગવનૅર હરીશભાઇ ત્રિવેદી, વાઈસ ગવનૅર એલ.કે.વાઘેલા, સામાજિક અગ્રણી અને લાયન્સ કલબ ઓફ વાવોલ ના પૂર્વ પ્રમુખ અંબુસિહ ગોલ, જીલ્લા ચેરમેન મહેન્દ્રભાઇ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
મેડિકલ કેમ્પની લાયન્સ કલબ ઓફ વાવોલ ના પ્રમુખ અને ગાંધીનગર મનપાના પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આજના મેડીકલ કેમ્પમાં SMS હોસ્પિટલના RMO ડૉ.એન.કે.રાઠોડે SMS હોસ્પિટલની મેડિકલ સેવાઓ વિષે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ના ડિસ્ટ્રીકટ ગવનૅર હરીશભાઇ ત્રિવેદી દ્વારા લાયન્સ ક્લબની સેવાઓ અંગે માહિતી આપતાં આજના મેડિકલ કેમ્પના સુંદર આયોજન બદલ લાયન્સ કલબ ઓફ વાવોલ ના પ્રમુખશ્રી પ્રેમલસિહ ગોલ તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તબક્કે લાયન્સ કલબ ઓફ વાવોલ ના પ્રમુખ પ્રેમલસિહ ગોલ દ્વારા SMS હોસ્પિટલના વહીવટી તંત્ર તેમજ આજના મેડિકલ કેમ્પમાં સેવા આપનાર તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપરાંત લાયન્સ ક્લબના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરના ઝડપથી વિકસી રહેલા વાવોલ ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી 200 ઉપરાંત જરૂરીયાતમંદ દર્દીઓએ આજના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
આજના મેડિકલ કેમ્પમાં લાયન્સ કલબ ઓફ વાવોલ ના સેક્રેટરી સચિન ભટ્ટ, ખજાનચી નિરંજન શાહ સહિતના હોદ્દેદારો ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન મકવાણા તેમજ શાળા પરિવારના શિક્ષકો દ્વારા આજના મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter: AbdulKadir Sindhi