REPOTER 👉 RAJPUT RAMESHBHAI



દૈયપ ઢાંણી ગામે બનાસડેરી દ્વારા વૃક્ષારોપણ કરાયું
ઢબ્બોવાળી માતાજી ના સાનિધ્ય માં વુક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો..
ભારત – પાકિસ્તાનની સરહદ ને અડીને આવેલા વાવ તાલુકાના દૈયપ ઢાણી ગામે બનાસડેરીના ઉપક્રમે વ્રુક્ષો રોપણ કાર્યક્ર્મ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણ કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ દૈયપ ઢાણી ગામમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.જેમા વિવિધ પ્રકારના વૃક્ષો નું વૃક્ષારોપણ નું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસ ડેરી ના વિસ્તાર અધિકારી જયેશભાઈ ચૌધરી, સુપરવાઈઝર નાનજીભાઈ પટેલ ,ડેરી ના દૂધ મંડળી ના મંત્રી માવજીભાઈ પટેલ , ચેરમેન તેજાભાઇ પટેલ , તથા હિરાભાઇ વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસડેરી ના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા