REPOTER 👉 abdulkadir Sindhi


Gandhinagar Gujarat
ગાંધીનગર
*ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ*…..
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને ૧લી સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે જેને લઈને ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા આજે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય સંગઠન મહામંત્રી રાધામોહન અગ્રવાલ તેમજ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આગામી દિવસોમાં આયોજિત સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તેમજ જીલ્લા પ્રમુખ મહામંત્રી ઉપરાંત સદસ્યતા અભિયાનના પ્રભારી, ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સહિતના હોદ્દેદારોને માગૅદશૅન આપવામાં આવ્યું હતુ.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter: AbdulKadir Sindhi