ગાંધીનગર: નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આજે “અમદાવાદ રથયાત્રા- અ જર્ની ઓફ મિરેકલ” પુસ્તકના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને અતિથિ વિશેષ તરીકે માનનીય રાજ્ય પ્રધાન (ગૃહ વિભાગ) હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિર અમદાવાદના મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી ગુરુ રામેશ્વરદાસજી અને ગોસ્વામી શ્રી મધુસુદનલાલજી મહોદય (શ્રી તિલક બાવા)એ ઉપસ્થિત રહીને આર્શીવાદ આપશે

‘અમદાવાદ રથયાત્રા- અ જર્ની ઓફ મિરેકલ’ પુસ્તકનું વિમોચન

ગાંધીનગર: નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આજે “અમદાવાદ રથયાત્રા- અ જર્ની ઓફ મિરેકલ” પુસ્તકના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને અતિથિ વિશેષ તરીકે માનનીય રાજ્ય પ્રધાન (ગૃહ વિભાગ) હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિર અમદાવાદના મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી ગુરુ રામેશ્વરદાસજી અને ગોસ્વામી શ્રી મધુસુદનલાલજી મહોદય (શ્રી તિલક બાવા)એ ઉપસ્થિત રહીને આર્શીવાદ આપશે.

આ પુસ્તક અમદાવાદના નિવૃત્ત પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, શ્રી કમલેશ આચાર્ય અને શ્રીમતી રેખા શ્રીવાસ્તવ દ્વારા સહ-લેખિત છે. જેમાં અમદાવાદની રથયાત્રા સાથે સંકળાયેલા સમૃદ્ધ ઇતિહાસ, પરંપરાઓ અને ચમત્કારોનું વર્ણન કરેલ છે. લેખકોના સંયુક્ત પ્રયાસોથી આ ધાર્મિક પ્રસંગને એકત્રિત કરીને આકર્ષક કથાનું સર્જન થયું છે.

મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી ગુરુ રામેશ્વરદાસજીએ શ્રી જગન્નાથજી મંદિરના ઇતિહાસ અને રથયાત્રાની જીવંત સંસ્કૃતિના વિગતવાર ઉલ્લેખ માટે પુસ્તકની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું કે, “દરેક વિષય ખૂબ કાળજી સાથે લખવામાં આવ્યો છે, જે લેખકોના વ્યક્તિગત અનુભવો અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે.”

શ્રી તિલક બાવાએ પણ પુસ્તકને આશીર્વાદ આપતા કહ્યું કે, “તમારા શબ્દો માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરે છે, જે વાચકોના દિલ અને દિમાગને પ્રકાશિત કરે છે, ભગવાન જગન્નાથની દિવ્ય યાત્રા માટે ઊંડી સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહન આપે છે.”

હરે ક્રિષ્ના મૂવમેન્ટ અમદાવાદ (ઇસ્કોન)ના પ્રમુખ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ પણ પુસ્તકની પ્રશંસા કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો, “આ પુસ્તક ભારતના સૌથી પ્રતિષ્ઠિત તહેવારોના ચોક્કસ કાર્ય તરીકે ઊભું છે. તે સારી રીતે સંશોધિત, સુંદર સચિત્ર અને આકર્ષક રીતે લખાયેલું છે, રથયાત્રાના ઈતિહાસ, સાંસ્કૃતિક મહત્વ અને સમકાલીન ઉજવણીની સંપૂર્ણ સમજ
આપે છે
ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલી ચમત્કારિક ક્ષણો સાથે આકર્ષક વાર્તાઓ એકત્ર કરવા માટે લેખકો છેલ્લાં કેટલાક
મહિનામાં જગન્નાથ મંદિર અને રથયાત્રા સાથે સંકળાયેલા લગભગ 50 લોકોને મળ્યા હતા. જેમાં મહંતશ્રી, મહેન્દ્રભાઇ ઝા, અખાડાઓની ટીમ, ખલાસ સમુદાય, ભજન મંડલીઓ, હાથી સાથે મહાવત, મહાનગરપાલિકાની ટીમ, સરસપુરના સ્વયંસેવકો, પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ અને રથયાત્રા રૂટના વિસ્તારમાં સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી.

“અમદાવાદ રથયાત્રા- અ જર્ની ઓફ મિરેકલ”એ ઘટનાક્રમ કરતાં વધુ છે, તે ભગવાન જગન્નાથની દૈવી કૃપાને શ્રદ્ધાજલિ છે. આ પુસ્તક પ્રચીન દ્વાપર યુગથી લઇને આધુનિક સમયની રથયાત્રાની સફર દર્શાવે છે, જેમાં સંખ્યાબંધ ચમત્કારો અને ભક્તોની અતૂટ શ્રદ્ધાને પ્રકાશિત કરવામાં આવી છે.

આકર્ષક કથાઓ અને વ્યક્તિગત ટુચકાઓ દ્વારા લેખકોએ સંખ્યાબંધ લોકોના જીવન પર ભગવાન જગન્નાથની ઊડી અસરો રજૂ કરી છે. આ પુસ્તક વિવિધ સ્વયંસેવકો, કારીગરો અને ભક્તોના યોગદાન સહિત રથયાત્રાના આયોજનમાં સમુદાયના સામૂહિક પ્રયાસોને પણ દર્શાવે છે.

લેન્ચિંગ ઇવેન્ટ, ભક્તિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી હતી, જે આગામી રથયાત્રા માટે આદર ભાવ દર્શાવે છે. લેખકોએ આશા વ્યક્ત કરી છે કે તેમની જેમ વાચકોને આ પુસ્તક દ્વારા પ્રેરણા અને આધ્યાત્મિક સમૃદ્ધિ મળશે.

રીપોટર
અબ્દુલકાદિર સીંધી
8200697715
ગાંધીનગર
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!