રાજકોટ મહાનગરપાલીકા,
અપ્રમાણસર મિલ્કતના ગુન્હાના આરોપી ટાઉન પ્લાનીંગ ઓફીસર વર્ગ-૧ ના એમ.ડી.સાગઠીયાની ઓફીસમાંથી ઝડતી તપાસ દરમ્યાન સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ આશરે કુલ રૂ.૧૮,૦૦,૦૦,૦૦૦/- (અઢાર કરોડ) થી વધુની અપ્રમાણસર મિલ્કત મળી આવવા બાબત.

રિપોર્ટર 👉અબ્દુલકાદિર સીંધી
8200697715

રાજકોટ મહાનગરપાલીકા

અપ્રમાણસર મિલ્કતના ગુન્હાના આરોપી ટાઉન પ્લાનીંગ ઓફીસર વર્ગ-૧ ના એમ.ડી.સાગઠીયાની ઓફીસમાંથી ઝડતી તપાસ દરમ્યાન સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ આશરે કુલ રૂ.૧૮,૦૦,૦૦,૦૦૦/- (અઢાર કરોડ) થી વધુની અપ્રમાણસર મિલ્કત મળી આવવા બાબત.

રાજકોટ મહાનગરપાલીકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર વર્ગ-૧ મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરૂધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમ્યાન દશ કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩/૨૦૨૪ ભ્ર.નિ.અધિ. ૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી), ૧૩(૨) મુજબનો ગુન્હો તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ શ્રી સરકાર તરફે દાખલ થયેલ.

આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપીનો મધ્યસ્થ જેલ રાજકોટ મુકામેથી કબ્જો સંભાળી આરોપીને તા.૦૧/૦૭/૨૦૨૪ ના ક.૧૯/૫૦ વાગ્યે અટક કરેલ આ ગુન્હામાં આરોપીને મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાને સાથે રાખી તેના ભાઈનો માલીકીની અને આરોપીના કબ્જા ભોગવટાની રાજકોટ ખાતે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ ટવીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ઓફીસ નં.૯૦૧ ની ઓફીસના દરવાજા ઉપર ક્રાઇમ બ્રાન્ચ તથા એ.સી.બી. દ્વારા તા.૦૨/૦૬/૨૦૨૪ના રોજ શીલ કરેલ હતી તે ઓફીસની ઝડતી કરવા આરોપીને સાથે રાખી રાજકોટ એકમના અધિકારીઓ તથા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી/માણસો સાથે પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા નીચે મુજબ સોના, ચાંદીના દાગીના તથા રોકડ ચલણી નોટો મળી આવેલ છે.

(૧) સોના દાગીના તથા બિસ્કીટ આશરે ૨૨ કિલોગ્રામ આશરે કિમંત રૂ.૧૫,૦૦,૦૦,૦૦૦/- (પંદર કરોડ)

(૨) ચાંદીના દાગીના આશરે અઢી કિલોગ્રામ આશરે કિમંત

રૂ.૨,૦૦,૦૦૦/- (બે લાખ)

(૩) ડાયમંડ ઝવેલરી આશરે કિંમત રૂ.૮,૫૦,૦૦૦/-

(૪) રોકડ ચલણી નોટો રૂ.૩,૦૫,૩૩,૫૦૦/- (ત્રણ કરોડ પાંચ લાખ તેત્રીસ હજાર પાંચ સો)

(૫) જુદા-જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિમંત આશરે રૂ.૧,૮૨,૦૦૦/- (એક લાખ બીયાસી હજાર)

(૬) સોનાના પટ્ટાવાળી ઘડિયાળ નંગ-૨ તથા અન્ય કિંમતી ઘડિયાળ નંગ-૬ આશરે કિ.રૂ. ૧,૦૩,૧૦૦/-
ઉપરોકત મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરેલ છે.

રીપોટર
અબ્દુલકાદિર સીંધી
8200697715
ગાંધીનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!