

થરાદ તાલુકાના લુણાલ, ડોડગામ, ઝેટા અને સવપુરા ગામે નકળંગ (ઠાકર) ભગવાનના ધામ આવેલા છે. જેમાં ભાઈબીજના દિવસે પરંપરાગત મુજબ એક દિવસ માટે લોકમેળા યોજાતા હોય છે. ત્યારે આજ અષાઢી બીજે સવારથી આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં આવેલા લુણાલ નકળંગ ધામ ખાતે આજરોજ અષાઢી બીજ ના દિવસે લુણાલ મંદિરે નકળંગ ભગવાનના દર્શન તેમજ નૈવેધમાં મીઠો રોટલો ચૂરમું ધરવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો બગીચો નકળંગ ધામ ખાતે આવેલો છે. બે એકરથી વધારે જગ્યામાં આશરે ૨૫ લાખના ખર્ચ બનેલા સ્વાગત સુત્રો લખેલા અને ફુવારા પદ્ધતિથી સુસજ્જ જીલ્લાના સૌથી મોટા બગીચાનું વૃંદાવન નામ રાખવામાં આવ્યું છે. આજ અષાઢી બીજ નિમિત્તે લોકો નકળંગ ધામ ખાતે ઉમટી પડ્યા હતા.એવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા