ગાંધીનગર,ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ કેટલીક પરીક્ષાઓમાં આ બાબતે ક્ષતિઓ થઈ હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.

REPORTER 👉અબ્દુલકાદિર સિન્ધી

Gandhinagar Gujarat

ગાંધીનગર,
ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ કેટલીક પરીક્ષાઓમાં આ બાબતે ક્ષતિઓ થઈ હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.

બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટ માં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્સાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નહિ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

ફોરેસ્ટનાં ઉમેદવારની માંગણી છે કે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી  પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા માટે પણ આ પદ્ધતિ અમલમાં નહિ મૂકવા સામે પ્રશ્નાર્થ ખડા કરવામાં આવી રહ્યા છે.

આ બાબતે ફોરેસ્ટના ઉમેદવારો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા છે. સોમવારે સવારથી ગાંધીનગર સેક્ટર – 11, રામકથા મેદાન ખાતે ઉમટી પડેલા ઉમેદવારો પોતાની માંગણી ઉપર અડગ રહ્યા છે. એટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં વરસાદ સહિતની અનેક સમસ્યાઓ હોવા છતાં તેઓ પોતાના સ્થાન ઉપરથી ખસ્યા નથી. સમગ્ર રાતભર પણ તેઓ ખુલ્લા મેદાનમાં ધરણા ઉપર રહ્યા હોવાનું જોવા મળ્યું છે
::
બાઈટ : યુવરાજ સિંહ જાડેજા

રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter:  AbdulKadir Sindhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!