શ્રી કનુભાઈ દેસાઇ,માન.મંત્રીશ્રી, નાણા, અને પેટ્રોકેમિકલ્સ, શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, માન.રા.ક.મંત્રીશ્રી,  સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સાઊર્જામગ્રી,પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન, શ્રી દિલપભાઈ સંઘાણી, માન.પૂર્વ કૃષિ મંત્રી અને ચેરમેનશ્રી, ઇફકો અને શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માન.પૂર્વ શિક્ષણ મંત્રીશ્રીએ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન યુ.એસ.એ. આયોજિત કાર્યક્રમમાં ડલ્લાસ ખાતે હાજર રહ્યા હતાં.

REPOTER _abdulkadir sindhi

નમરકાર… Gandhinagar Gujaat
ગાંધીનગર

તા. ૨ થી ૪ ઓગષ્ટ, ૨૦૨૪ના રોજ શ્રી કનુભાઈ દેસાઇ,માન.મંત્રીશ્રી, નાણા, અને પેટ્રોકેમિકલ્સ, શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, માન.રા.ક.મંત્રીશ્રી,  સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સાઊર્જામગ્રી,પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન, શ્રી દિલપભાઈ સંઘાણી, માન.પૂર્વ કૃષિ મંત્રી અને ચેરમેનશ્રી, ઇફકો અને શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માન.પૂર્વ શિક્ષણ મંત્રીશ્રીએ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન યુ.એસ.એ. આયોજિત કાર્યક્રમમાં ડલ્લાસ ખાતે હાજર રહ્યા હતાં. ભારતીય સંસ્કૃતિ મુજબ સંસ્કૃત શ્લોક અને ગુજરાતની ઓળખસમા રાસ-ગરબાથી કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.

યુ.એસ.એ. સ્થિત લગભગ ૧૦૦ જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફોગા નામની સંસ્થાની સ્થાપના કરી છે. FOGA એટલે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન યુ.એસ.એ.
વર્ષોથી U.S.A. માં વસતા ગુજરાતી લોકોએ ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના સંસ્કારો અને ગુજરાતની અસ્મિતાને જાળવી રાખી છે. “વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ” ની ટેગલાઈન સાથે આયોજીત થયેલ “ફર્સ્ટ યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” ના આ કાર્યક્રમમાં ૧૫,૦૦૦ થી વધુ ગુજરાતીઓ સહભાગી બન્યા હતા. ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ કાર્યક્રમની સફળતા માટે પોતાનો
શુભકામના સંદેશ પાઠવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયને માર્ગદર્શીત કર્યા હતાં.
ડલ્લાસ ખાતેના આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતાં. ધાર્મિક સંતો દ્વારા ધ્યાન-યોગની વાતો કરી, ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય અને આવનારી પેઢીઓમાં પણ સનાતન ધર્મનો વારસો જળવાઈ રહે તેનું ચિંતન કરાયુ હતું. વર્ષોથી U.S.A. માં સ્થાયી થયેલા ગુજરાતીઓને સફળ નેતૃત્વ અને લીડરશીપ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું.
U.S.A. માં લગભગ ૧.૭ મિલીયન ગુજરાતીઓ વસે છે, ત્યાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાવડા થતાં હોય છે. પરંતુ આ વખતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ઓફ યુ.એસ.એ.દ્વારા United Gujarati Summit ૨૦૨૪નું પહેલી વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક વિચારથી શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ આજે બ્રાન્ડીંગ નહીં પરંતુ બોન્ડીંગ માટેની ઈવેન્ટ સાબિત થઈ છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા બતાવે છે કે, Why people come in Gujarat, Why people invest in Gujarat, Why people stay in Gujarat and Why people think about Gujarat?
ફોગાના ઘણા પ્રતિનિધિઓએ ગુજરાતમાં આયોજીત થતી ‘વાયબ્રન્ટ ગુજરાત” ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી અને ફોગાએ વાયબ્રન્ટ ગુજરાતની
સફળતાને ધ્યાને લઈ યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪ કાર્યક્રમનું ખવ્ય આયોજન કરાયુ હતું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વોકલ ફોર લોકલ” ના મંત્રને ચરિતાર્થ કરતાં, ગુજરાત સરકાર તરફથી માન.મંત્રીશ્રી, કનુભાઈ દેસાઈ અને માન રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ “યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪* કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કચ્છના હાથ વણાટના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાલ અને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપી સન્માન કરાયુ હતું.

ગુજરાત સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા રજૂ કરી હતી.
વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના, રીવરફ્રન્ટ, ગિફટસિટી, ધોલેરાસર જેવા મેગા પ્રોજેક્ટ સહિતના ગુજરાતના સર્વાગી વિકાસની વાતો ગુજરાતી સમુદાયના લોકોને વર્ણવી હતી.
ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ માટે બીઝનેશ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. સાથે સાથે પ્રોએક્ટીવ પોલીસી મેકીંગ, મીનીમમ બેરીયર્સ ટુ સેટઅપ બીઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજેસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ઈકોસીસ્ટમ, ડીઝીટલ ગર્વનન્સ અને ઈઝ ઓફ લીવીંગ દ્વારા ગુજરાત સરકાર ઉદ્યોગકારોને ગુજરાતમાં ઈનવેસ્ટ કરવા આવકારી રહી છે.
વિકસીત ભારત @ ૨૦૪૭ ના સંકલ્પને સાર્થક કરવા વિકસીત ગુજરાત થી વિકસીત ભારતનો રોડમેપ ગુજરાતી સમુદાય સમક્ષ રજૂ કરાયો હતો. “જ્યાં
વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિ આ ત્રિદિવસીય કાર્યક્રમની સફળતા સૂચવે છે.
આ કાર્યક્રમમાં U.S.A. કોંગ્રેસના લીડર, સેનેટ મેમ્બર અને ડલ્લાસના મેયરશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં થયેલ વિકાસલક્ષી કામગીરીની પ્રસંશા કરી હતી.
U.S.A.માં વસતા આપણા ગુજરાતીઓએ આ સમિટમાં એક્ઝીબિશન અને સ્ટોલ પણ રાખેલ હતાં. ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતના બંને મંત્રીશ્રીએ આવનારા દિવસોમાં ગુજરાતમાં પોતાનો વ્યવસાય કેવી રીતે કરવો અને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ કેવી રીતે કરવું તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં U.S.A.ના ગુજરાતીઓનું ડેલિગેશન ગુજરાત આવે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter:  AbdulKadir Sindhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!