REPOTER 👉 THAKOR HARESHBHAI


રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષોનું વાવેતર કરી તેના જતનની જવાબદારી સોંપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માઁ કે નામ સૂત્ર સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવ્યા તે અંતર્ગત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ, ઉત્કર્ષ સેવા સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ, મંત્રી અંબાલાલભાઈ, રમણભાઈ તથા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર માહિતી કિસાન સંઘના જીલ્લા અગ્રણી પ્રકાશભાઈ પટેલે આપી હતી.