માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું*

REPOTER _THAKOR HARESHBHAI

*માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું*
રાજ્યની 32 નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઊપસ્થિતિમાં કરાયું હતું. માણસા ખાતે તાલુકા પંચાયત કચેરી પાસે પણ નવું સિટી સિવિક સેન્ટર બનાવાયું છે જે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં અરજદારો મિલકત વેરો, મિલકતની આકારણીની અરજી, લગ્ન નોંધણી, જન્મ-મરણના દાખલા, RTIની અરજીઓ, હૉલ બુકિંગ, ફાયર એન.ઓ.સી.ની અરજીઓ તેમજ અન્ય ફરિયાદની અરજીઓ, વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, ગુમાસ્તાધારા લાઈસન્સ વગેરેની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે. જેથી લોકોની શક્તિ, સમય અને ખર્ચનો બચાવ થશે. આ જનસુવિધા કેન્દ્રો ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્રો બની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય જે એસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર સતિષભાઈ પટેલ, મામલતદાર કિશનભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, શહેર પ્રમુખ એલ એચ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઊપસ્થિત રહ્યા હતા *.  રીપોટર હરેશ ઠાકોર માણસા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!