Report-THAKOR DINESHBHAI

છેલ્લા પાંચ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં સંકળાયેલા શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સુરત ખાતે છઠ્ઠા સ્નેહમિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ નિમિત્તે પ્રમુખ વિશાલસિંહ ગોહિલ ના જણાવ્યા પ્રમાણે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે આ સંસ્થા દ્વારા જેવી કે ગૌ માતા ને ઘાસચારો, ઉનાળામાં શરહદી રણ વિસ્તાર ના છેવાડાના ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામડાઓમાં ઉનાળામાં પાણીની તંગી વર્તાતી હોય છે ત્યારે સંસ્થા દ્વારા આવા હવાડા ભરાવાનું સરાહનીય કાર્ય કરવામાં આવે છે

, પંખી ચણ,પંખી પરબ, વિધવા બહેનોને રાશન કીટ, વંચિત પરિવાર વગેરે સેવાઓ દાતાશ્રીઓ દ્રારા આપેલ અનુદાન ના આધારે કરવામાં આવી રહી છે.ત્યારે આજરોજ આ સ્નેહમિલન દર વર્ષ ની જેમ આ વખતે પણ કરવામાં આવ્યું છે.
દરેકનો સહકાર મળ્યો છે,ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું, મોટીવેશન સ્પિકર ની સ્પિચ ત્થા આવેલ મહેમાનોનુ, દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે સંસ્થા વતી આ કાર્ય સાથે સંકળાયેલા તમામનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.
