REPOTER 👉 SONI HIMANSHU



શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને રંગબેરંગી દીવડા લાવીને આરતીની થાળીને ક્લાત્મક શણગારીને, રંગીન સ્વસ્તિક, શઁખ, ત્રિશુલ, ૐકાર જેવા સાંસ્કૃતિક પ્રતીકો દોરીને આરતીની થાળીને સજાવટ સજાવીને બાળકો, દીદી, ગુરૂજી, દ્વારા ભગવાન ૐકારેશ્વર મહાદેવની ભવ્ય આરતી ઉતારવામાં આવી સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરૂજી દ્વારા પવિત્ર શ્રાવણમાસનું મહત્વ બાળકોને માર્ગદર્શન પુરૂ પાડ્યું,72 વર્ષના સંજોગ પછી સોમવારે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાની સાથે ધાર્મિક, સાંસ્કૃતિક,ભક્તિમય વાતાવરણ માં વિદ્યાલયમાં મહાઆરતીનું ભવ્ય આયોજન સફળ કર્યું શિશુવાટિકાના બાળકો તેમજ દીદીએ ૐકારેશ્વર મહાદેવ ના દર્શન કરાવ્યા મહાઆરતીમાં પ્રધાનાચાર્ય શ્રી હસમુખગુરૂજી. સહ પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરૂજી તથા સરસ્વતી વિદ્યામંદિર પરિવાર ૐકારેશ્વર મહાદેવ આરતીમાં ઉપસ્થિત રહ્યા